આજે ભૂમાફિયા ચોર થયા તો એમને સાથ આપનાર સરકારી અધિકારીઓ શાહુકાર કેમ થયા?
દાહોદ મા છેલ્લા કેટલાક મહિનાઓ થી જમીન ના કૌભાંડ ને લઇ ને સરકારી અને જનતા ના સર્કલે મા વાતો ચાલી રહી છે. જે સરકારી અધિકારીઓ કલેકટર, મામલતદાર, SSRD, SP સાહેબો છાનવીન કરીને શૈશવ, રામુ પંજાબી અને કુતબી રાવત અને બીજા ભૂમાફિયા ને ચોર બતાવે છે એમના માટે મારો સવાલ છે કે તમારી કચેરીઓ અને અધિકારીઓ ને સુ કેહવુ અને એમનુ સુ કરવુ? બે વરસ પેહલા સપ્ટેમ્બર ૨૦૨૨ મા જઇયે તો દાહોદ ની હકીમી મોહલ્લા ને લઈને ચર્ચાઓ ચાલેલી, ત્યારે શૈશવ, રામુ પંજાબી, કુતબી રાવત અને જુજર રાણાપુરવાળા પોતાના અંગત સ્વાર્થ માટે સર્વે નંબર ૯૬૪ મા ગેર કાનૂની સોસાયટી બનાવા માટે હકીમી મોહલ્લા ના લોકો નો હક મારી, એમને ડરાવી ધમકાવી હકીમી ની બોઉંદરી વોલ તોડી સર્વે નંબર ૯૬૩ ના પરિવર્તે રસ્તા ને પબ્લિક રોડ જાહેર કરેલો. અને આ કેસ ની છાનવીન કરતા આંખો થી આંધળા માણસ ને પણ જોવાય એમ સાફ હતુ કે આ લોકો નકલી કાગળો બનાવિ કૌભાંડ કરે છે. ત્યારે, હુએ બધી કચેરી મા અરજીઓ આપેલી જે તમે અહીંયા લિંક મા જોય શકો છો અને ખાસ કરી ને મામલતદાર સાહેબ ને અરજી આપેલી ત્યારે એમને સુ કર્યું? આમતો મામલતદાર સાહેબ લેખિત અને વિડિઓ થી સાહુકારી ની વાતો કરે છે. અને SSRD મેડમ એ તો હાલ મા હુએ એમને સવાલો કાર્ય ત્યારે મને એમની ઓફિસે માથી પોતાના હાર્ટ ધક્કો મારી ને નીકળી કાઢ્યો હતો. તો આ અધિકારીઓ ને સુ હક છે સાહુકારી ની વાતો કરવાનો અને એમના પર કોઈ એકશન ક્યારે લેવાશે? મારા સામે, શૈશવ અને ટુકડી મારો કેસ ચાલતો ત્યારે કેસ ના સમય પેહલા મામલતદાર અને કલેકટર સાહેબ ની કચેરી મા ચા પાણી ની પાર્ટી કરતા હોય, અને આજ અધિકરીઓ એમને સાહેબ કરી ને ઉભા થઇ જાય, તો હવે આ લોકો ચોર અને પોતે શાહુકાર?